Friday, November 16, 2007

વૈષ્ણવની વ્યાખ્યા.


વૈષ્ણવનો પહેલો 'વ' શ્રી વલ્લભનો.
વચ્ચેનો 'ષ્ણ' શ્રી કૃષ્ણનો.
છેલ્લો 'વ' શ્રી વિઠ્ઠલનો.
જેના હ્રદયમાં શ્રી વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલ બિરાજે છે તે વૈષ્ણવ.
'વ' ની ઉપર જે બે માત્રાઓ છે તે સેવા અને સ્મરણ છે.
સેવા અને સ્મરણની છત્રછાયા હોય તો હ્રદયમાં શ્રી વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલનો વાસ હંમેશા રહે છે.

વૈષ્ણવના ચાર કર્તવ્યો.
-ગુણગાન.
-દુ:ખભાવન.
-દિનતા.
-ત્યાગ.

3 comments:

...* Chetu *... said...

nice info...! keep it up..

Ketan Shah said...

Vaishnav jan to tene re kahiya je pid parayi jane re...

Good one.

Maharshi said...

હવેલી સંગીત અને પુષ્ટિમાર્ગ વિશે જાણી ધન્યતા અનુભવુ છું અને આપના પ્રયત્નો ને બિરદાવુ છું. ભગવાન નંદનંદન પર પ્રીતિ ધરાવું છું. ફક્ત એક સવાલ ઉઠયા કરે છે કે શા માટે પુષ્ટિમાર્ગ માં અન્ય કોઇ ભજન અથવા અન્ય કોઇ કવિઓ ને સ્થાન નથી? દા.ત. નરસિંહ મહેતા, કે જેમણે ભગવાનના અનેક ભજનો બહુજ સસાળ શૈલી માં લખ્યા છે. મેં થોડા પુસ્તકો જોયા કે જેમાં દુર-દુર થોડો અલગતાવાદ નો ભાસ થયો. આપ જાણકાર લાગો છો. મારો ઉદ્દેશે નીંદા કે કુથલી કરવા નો જરા પણ નથી. આપ મારા પ્રતિભાવને સહજતા થી લો અને મારી શંકા (કુશંકા) નિવારવા માર્ગદર્શન આપશો તો આપનો આભારી રહીશ. જય શ્રી કૃષ્ણ.