Friday, November 30, 2007

પુષ્ટિમાર્ગના ત્રણ સ્તંભ:

-રાગ
-ભોગ
-શૃંગાર

રાગ,ભોગ,અને શૃંગાર એ ત્રણે શ્રી ઠાકોરજીની નીત્ય સેવામા પુષ્ટિમાર્ગીઓ દ્વારા અર્પણ કરાય છે.વર્ષો પહેલા શ્રી વલ્લભાચાર્ય અને શ્રી ગુંસાઇજી(શ્રી વિઠ્ઠલનાથજી)એ રાગ,ભોગ અને શૃંગાર સહિતની નીત્ય સેવાનો ક્રમ પ્રારંભ કર્યો અને સમજાવ્યો.પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને ઋતુ અને દિવસ અનુસાર અલગ અલગ ભોગ,સંગીત અને શૃંગાર અર્પણ કરાય છે અને તેથી જ પુષ્ટિમાર્ગ આટલો રંગીન અને જીવંત જણાય છે.રાગ,ભોગ અને શૃંગાર વિષેની માહિતી આગળ જતા તમો વિસ્તૃતમાં અહીં જરૂરથી જાણશો.

1 comment:

Unknown said...

હવેલી સંગીતના રાગ અનેક છે પણ ગાવાની પદ્ધતિ એક જેવી જ હોય છે.
અષ્ટસખા વિષે સારી માહિતી આપી છે.