Friday, November 16, 2007

પુષ્ટિમાર્ગનું પરમ સાધન




પુષ્ટિમાર્ગનું પરમ સાધન છે સેવા.સેવા જે સંપૂર્ણ પણે ભગવાનમાં પરોવઈને કરાય,ભાવ પૂર્વક કરાય.પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી પ્રેમનું પ્રતિક ગણાય છે.અને ઠાકોરજીની પ્રસન્નતા માટે જરૂરી છે ભાવ.ભાવ વગર કરેલી સેવા એ સેવા ના ગણાય.પ્રેમથી,ભાવથી કરવામાં અવતી સેવા એ ભક્તિ છે જે પ્રભુનાં સુખ માટે કરવાની હોય છે.

ઠાકોરજીની સેવા.

પુષ્ટિમાર્ગમાં એમ તો 'યથા દેહે તથા દેવે'આ રીતે સેવાનો પ્રકાર છે.પણ સમય,સંજોગ અને સગવડ ના હોય અને તે કારણે ભગવંત વિમુખ ના થઈ જવાય એ માટે સંપ્રદાયનાં મહાનુભાવોએ આ પ્રમાણે સેવાનો પ્રકાર બતાવ્યો...
પ્રથમ શ્રી ઠાકોરજીનેજગાવી સિંહાશન પર પધરાવી યથાશક્તિ શૃંગાર કરવા,ત્યાર પછી મિશ્રીભોગ ધરી,ઝારીજી ભરી,ભોગ ધરી ને ટેરો લેવો.(ટેરો લેવો એટલે એક રીતે પ્રભુને આપણી મીઠી નજર ના લાગે એમ નજર ઉતારવી)ત્યારબાદ નિત્યનિયમનો પાઠ કરવો અને દસ મિનિટ પછી ભોગ સરાવી લેવો.ત્યારબાદ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શૃંગાર ઉતારી પ્રાર્થના કરવી કે હે ઠાકોરજી આપની સેવા કરવામાં અમારો ભાવ દિવસે ને દિવસે વધતો જાય એવી કૃપા કરો.ત્યાર પછી શય્યાજીમાં ઠાકોરજી ને પોઢાડી દેવા.
આ પ્રકારની સેવાને મિશ્રીભોગના ઠાકોરજીની સેવા કહી શકાય.જેમા આપણાથી દૂધ,દૂધ માંથી ઘરે બનાવેલી સામગ્રી,સૂકોમેવો,લીલોમેવો,પાનબીડા આરોગાવી શકાય.

4 comments:

Anonymous said...

લાલજી તો ભાવ ના ભુખ્યા છે...ભાવ વગર બધી સેવા વ્યર્થ છે.

...* Chetu *... said...

ખરી વાત છે પ્રીતીબહેન ની ..લાલા ને ભાવ ની જ ભુખ છે અને સામગ્રી તો નિમિત માત્ર છે.. લાલો સામગ્રી નહી પણ એમાં રહેલો ભાવ ચાખે છે..!

Ketan Shah said...

પુષ્ટિમાર્ગ ની બહુ જ જાણવાલાયક માહિતી પૂરી પાડી છે.

Vrajesh said...

Khub Saras, Jay Shri Krishna