-રાગ
-ભોગ
-શૃંગાર
રાગ,ભોગ,અને શૃંગાર એ ત્રણે શ્રી ઠાકોરજીની નીત્ય સેવામા પુષ્ટિમાર્ગીઓ દ્વારા અર્પણ કરાય છે.વર્ષો પહેલા શ્રી વલ્લભાચાર્ય અને શ્રી ગુંસાઇજી(શ્રી વિઠ્ઠલનાથજી)એ રાગ,ભોગ અને શૃંગાર સહિતની નીત્ય સેવાનો ક્રમ પ્રારંભ કર્યો અને સમજાવ્યો.પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને ઋતુ અને દિવસ અનુસાર અલગ અલગ ભોગ,સંગીત અને શૃંગાર અર્પણ કરાય છે અને તેથી જ પુષ્ટિમાર્ગ આટલો રંગીન અને જીવંત જણાય છે.રાગ,ભોગ અને શૃંગાર વિષેની માહિતી આગળ જતા તમો વિસ્તૃતમાં અહીં જરૂરથી જાણશો.
Friday, November 30, 2007
Thursday, November 22, 2007
બ્રહ્મસબંધ ભાવાર્થ
ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયેલ હોવાથી છુટી ગયેલો દાસભાવનો સબંધ ફરી જોડવા માટે ની દિક્ષા એ બ્રહ્મસબંધ.અને તે દિક્ષા દ્વારા આપણી મમતાનું પ્રભુને સમર્પણ.
હ્રદયમાં તાપ અને કલેશનો આનંદ જાગેલો છે તેવો હું જીવ, ભગવાન શ્રી કૃષ્ણને દેહ,ઈંદ્વિય,પ્રાણ,અન્ત:કરણ,ધર્મો,સ્ત્રી,પુરુષ,ઘર.પુત્ર,કુટુંબ,ધન,આ લોક અને પરલોક,આત્મા સહિત સમર્પણ કરુ છું.
હું કૃષ્ણનો દાસ છું.
હે કૃષ્ણ ! હું તમારો છું.
Wednesday, November 21, 2007
હાલો હાલો ને મારા શ્યામનાં લગનમાં...
*** આજે તુલસી વિવાહ(સંવત ૨૦૬૪,કારતક સુદ એકાદશી)***
મેઘરાજ જેમના પિતા અને ધરતી જેમની માતા..
કાશી નગરી મહિ થયા પ્રગટ રે..
વસુદેવ જેમના સસરા અને દેવકી જેમની સાસુ..
કૃષ્ણજી જેમના નાથ રે..
એવા તુલસીમાતા પ્રભુને પરમ પ્રિય છે..તે ભગવદ સ્વરૂપ છે.શ્રી મહાપ્રભુજી દ્વારા અષ્ટાક્ષર મંત્ર ના ઉચ્ચાર સાથે તુલસીની કંઠી નું પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ને દાન થયેલુ છે.તુલસીની કંઠીમાં પ્રભુની શરણ સિધ્ધ કરાવનારી કૃપાશક્તિ છે.માટે એક ક્ષણ પણ તુલસીની કંઠી વિના રહેવું એ પુષ્ટીમાર્ગી વૈષ્ણવો માટે યોગ્ય નથી.ભક્તોએ તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવી જોઈએ.
Friday, November 16, 2007
વૈષ્ણવની વ્યાખ્યા.
વૈષ્ણવનો પહેલો 'વ' શ્રી વલ્લભનો.
વચ્ચેનો 'ષ્ણ' શ્રી કૃષ્ણનો.
છેલ્લો 'વ' શ્રી વિઠ્ઠલનો.
જેના હ્રદયમાં શ્રી વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલ બિરાજે છે તે વૈષ્ણવ.
'વ' ની ઉપર જે બે માત્રાઓ છે તે સેવા અને સ્મરણ છે.
સેવા અને સ્મરણની છત્રછાયા હોય તો હ્રદયમાં શ્રી વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલનો વાસ હંમેશા રહે છે.
વૈષ્ણવના ચાર કર્તવ્યો.
-ગુણગાન.
-દુ:ખભાવન.
-દિનતા.
-ત્યાગ.
પુષ્ટિમાર્ગનું પરમ સાધન
પુષ્ટિમાર્ગનું પરમ સાધન છે સેવા.સેવા જે સંપૂર્ણ પણે ભગવાનમાં પરોવઈને કરાય,ભાવ પૂર્વક કરાય.પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી પ્રેમનું પ્રતિક ગણાય છે.અને ઠાકોરજીની પ્રસન્નતા માટે જરૂરી છે ભાવ.ભાવ વગર કરેલી સેવા એ સેવા ના ગણાય.પ્રેમથી,ભાવથી કરવામાં અવતી સેવા એ ભક્તિ છે જે પ્રભુનાં સુખ માટે કરવાની હોય છે.
ઠાકોરજીની સેવા.
પુષ્ટિમાર્ગમાં એમ તો 'યથા દેહે તથા દેવે'આ રીતે સેવાનો પ્રકાર છે.પણ સમય,સંજોગ અને સગવડ ના હોય અને તે કારણે ભગવંત વિમુખ ના થઈ જવાય એ માટે સંપ્રદાયનાં મહાનુભાવોએ આ પ્રમાણે સેવાનો પ્રકાર બતાવ્યો...
પ્રથમ શ્રી ઠાકોરજીનેજગાવી સિંહાશન પર પધરાવી યથાશક્તિ શૃંગાર કરવા,ત્યાર પછી મિશ્રીભોગ ધરી,ઝારીજી ભરી,ભોગ ધરી ને ટેરો લેવો.(ટેરો લેવો એટલે એક રીતે પ્રભુને આપણી મીઠી નજર ના લાગે એમ નજર ઉતારવી)ત્યારબાદ નિત્યનિયમનો પાઠ કરવો અને દસ મિનિટ પછી ભોગ સરાવી લેવો.ત્યારબાદ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શૃંગાર ઉતારી પ્રાર્થના કરવી કે હે ઠાકોરજી આપની સેવા કરવામાં અમારો ભાવ દિવસે ને દિવસે વધતો જાય એવી કૃપા કરો.ત્યાર પછી શય્યાજીમાં ઠાકોરજી ને પોઢાડી દેવા.
આ પ્રકારની સેવાને મિશ્રીભોગના ઠાકોરજીની સેવા કહી શકાય.જેમા આપણાથી દૂધ,દૂધ માંથી ઘરે બનાવેલી સામગ્રી,સૂકોમેવો,લીલોમેવો,પાનબીડા આરોગાવી શકાય.
Wednesday, November 14, 2007
પુષ્ટિમાર્ગ એટલે...
પુષ્ટિમાર્ગ એટલે કૃપાનો માર્ગ.
કૃપા દ્વારા પ્રભુને પામવાનો માર્ગ.
પુષ્ટિમાર્ગ એ શુધ્ધ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે.
પુષ્ટિમાર્ગ એ આપણા સુખનો માર્ગ નથી પણ ભગવત સુખનો માર્ગ છે.
તત્સુખનો માર્ગ છે.
તત્સુખ એટલે ત્રણેનું સુખ.
શ્રી ઠાકોરજીનું,શ્રી વલ્લભકુળનું અને વૈષ્ણવોનું સુખ.
આ ત્રણેના સુખ માટે આપણાથી બનતું બધું કરી છુંટવું એનું નામ છે પુષ્ટિમાર્ગ.
કૃષ્ણ નો અર્થ
Tuesday, November 13, 2007
શ્રી કૃષ્ણ: શરણં મમ.
શ્રી ઠાકોરજી બે ભુજાવાળા,શ્યામ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજી પીત સ્વરૂપ,શૃંગાર વસ્ત્ર સાથે એવા યુગલ સ્વરૂપ નુ મારે શરણ છે.
ચિત્તમાં શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ એવા નામ થી શ્રી કૃષ્ણ: શરણં મમ સિધ્ધ થાય છે.
ચિત્તમાં શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ એવા નામ થી શ્રી કૃષ્ણ: શરણં મમ સિધ્ધ થાય છે.
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણંમમ...
Subscribe to:
Posts (Atom)