Wednesday, November 14, 2007

કૃષ્ણ નો અર્થ


કૃષ્ણ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે...
કૃષ + ણ = કૃષ્ણ.
'કૃષ' એટલે જગતની સર્વ સત્તા અને 'ણ' એટલે આનંદ.
જેની પાસે જગતની સર્વ સત્તા અને આનંદ રહેલો છે તે પૂર્ણાનંદ છે તે કૃષ્ણ છે.
એવા સત્તાધીશ આનંદધન પ્રભુ આપણા સ્વામી છે.

Tuesday, November 13, 2007

શ્રી કૃષ્ણ: શરણં મમ.

શ્રી ઠાકોરજી બે ભુજાવાળા,શ્યામ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજી પીત સ્વરૂપ,શૃંગાર વસ્ત્ર સાથે એવા યુગલ સ્વરૂપ નુ મારે શરણ છે.
ચિત્તમાં શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ એવા નામ થી શ્રી કૃષ્ણ: શરણં મમ સિધ્ધ થાય છે.

મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણંમમ...


શ્રી સૌભાગ્ય અપાવે છે,એ લક્ષ્મીવાન બનાવે છે,વળી નૃપ સુપ્રિય બનાવે છે..

કૃ સકલ પાપને શોષે છે..

ષ્ણ: ત્રિવિધ તાપ સમાવે છે..

શ ભવનાં બંધન કાપે છે..

ર થી જગતજીવ બ્રહ્મતણો થાય છે..વળી હરી સબંધનું જ્ઞાન થાય છે..

ણં દ્રઢ ભક્તિ તણુ ફળ દે છે..

મ ગુરૂમાં વહાલ કરાવે છે..

મ સાયુજ્ય મુક્તિ અપાવે છે..