Monday, December 3, 2007

રાગ(હવેલી સંગીત)

સોળમી સદી ભારતનાં ઈતિહાસમાં સંગીત અને કાવ્ય માટે બહુ મહત્વની સાબીત થઈ.આ સદીમાં ઘણા કવિ અને સંગીતકાર થયા જેમા અષ્ટસખાઓ એ પણ ઘણુ મહત્વનું સ્થાન મેળવ્યું.

અષ્ટસખા:

- શ્રી કુંભનદાસજી.
- શ્રી સૂરદાસજી.
- શ્રી પરમાનંદદાસજી.
- શ્રી કૃષ્ણદાસજી.
- શ્રી ગોવિંદસ્વામીજી.
- શ્રી છિતસ્વામીજી.
- શ્રી ચતુર્ભુજદાસજી.
- શ્રી નંદદાસજી.

શ્રી વલ્લભાચાર્ય અને ગુંસાઈજી એ અષ્ટસખા દ્વારા રચેલા કિર્તન(હવેલી સંગીતનાં પદ) ને પુષ્ટિમાર્ગમાં સમર્પિત કર્યુ.કિર્તન એ હવેલી સંગીત તરીકે પ્રસિધ્ધ છે જે પુષ્ટિભક્તિનુ સંગીત છે.એ મનોરંજનનુ સાધન નથી.શ્રી ઠાકોરજીની સાધનામાં તલ્લીન થવા કિર્તન ગવાય છે.કિર્તનને પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાવાયો છે.

કિર્તન ઋતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગ અનુસાર અલગ અલગ રાગમાં ગવાય છે.જેમકે,

પ્રાત:કાળ-કાલભૈરવ,વિભાસ,પંચમ,આશાવરી વગેરે.
મધ્યાન કાળ-સારંગ,નૂર સારંગ,સામંત સારંગ,શુધ્ધ સારંગ વગેરે.
સંધ્યા કાળ-રાગનટ,પૂર્વિ,સોરઠ,ગૌરી,હમીર,નાયકી વગેરે.

પુષ્ટિમાર્ગીય સંગીતનાં અનેક બીજા પ્રકાર છે.જેમા દોહા,ધોળ,ગરબા,વસંત,રસિયા,લોકગીત,રસના પદ,ચોખરા,આવ્યાન વગેરે સામેલ છે.આ બધાજ પ્રાકાર પરંપરાથી ચાલે છે અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડા-ઘણા અલગ છે.
કહેવાય છે કે પ્રભુ સંગીત અને કિર્તનગાન પછી જ બધી સેવા સ્વીકારે છે.એટલે જ હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણુ મહત્વ છે.અને એ દ્વારા પ્રભુના ચરણમાં મન,હ્રદય અને આત્મા સમર્પિત કરવાનો પ્રયાસ છે.


રાગ રસાવલી:
Get this widget | Track details | eSnips Social DNA



Get this widget | Track details | eSnips Social DNA